આજથી આ ફાઈનાન્સ મિરર બ્લોગમાં હું સૂરજકુમાર આપને દરેક બેન્કિંગ ને લગતી તેમજ ફાઇનાન્સિયલ અપડેટ આપની ગુજરાતી ભાષામાં લખી રહ્યો છું
જ્યારે આપણે ફાઇનાન્સિયલ પ્લાનિંગ કરવું હોય અથવા તો કોઈ પણ પ્રકારની લોન માટેની જરૂરીયાત હોય ત્યારે આપણે બેંકમાં અથવા તો કોઈ પણ ફાઈનાન્સ ઓફિસમાં જઈએ છીએ અને ત્યાં આપણને બેન્કિંગના જે જારગન્સ હોય છે એટલે કે જે બેંકમાં અને ફાઇનાન્સિયલ સેક્ટરમાં ઉપયોગમાં લેવાતા શબ્દો જેને ઈંગ્લીશમાં જારગન્સ અથવા ટર્મ્સ એવું કહેવામાં આવે છે જે આપણને સરળતાથી સમજાતું નથી અને ઘણીવાર એવું બને છે કે આપણે પૂરી વાત સાંભળ્યા કે સમજ્યા વગર જે આપણને ઓર્ગેનાઈઝેશન તરફથી સમજાવવામાં આવે છે તેને ફક્ત હા પાડી દેતા હોઈએ છીએ અને આમ જ જ્યારે આપણે કોઈ પ્રોબ્લેમ થાય ત્યારે તેનું સોલ્યુશન સરળતાથી મેળવી શકતા નથી માટે આ બ્લોગ પર હું આપના માટે દરેક ફાઇનાન્સ ને લગતા ટર્મ્સ અને કન્ડિશન નો ગુજરાતી ભાષામાં સરળતાથી આપને સમજાય તે રીતે આપના માટે લાવી રહ્યો છું.